________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 287 તે હંમેશની જન્મની દુઃખીની હોય તેમ જણાતું નથી. પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધું પૂછીશ.” આ રીતે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી. વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી, પિતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સિભાગ્યમંજરીએ પૂછ્યું, “બહેન ! હું અને તું હવે બહેનપણી થયા. જ્યારે બહેન પણ થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી, કહ્યું છે કે, “દેવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું - આ છ પ્રીતિનાં લક્ષણો છે;” તેથી જે તારી મારા ઉપર નિમળ અંત:કરણવાળી પ્રીતિ હોય તે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે. શું સ્ફટિક જેવી ચોખી ભીંત પોતાના અંતરમાં રહેલી વસ્તુને કઈ પણ વખતે ગોપવી શકે છે ?" આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બેલી, “બહેન ! મને શું પૂછો છે? મારા દુદેવને જ પૂછો, કર્મના ઉદયથી મારાં દુઃખના અનુભવની વાત કહેવાથી સયું! ઊલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તમે પણ દુઃખી થશે, તેથી તે વાત ન જ કહેવી તે ઉત્તમ છે.” આવો ઉત્તર સાંભળી સૈભાગ્યમંજરીએ કહ્યું“બહેન તું કહે છે તે વાત પ્રીતિપાત્ર પાસે તો કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુઃખ સહન કરેલું છે. તેથી જેવું બન્યું હોય તેવું કહે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust