________________ 280 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આનંદ પામેલા મજૂરો એક બીજાને પરસ્પર કહેવા લાગ્યા કે; “આ વૃદ્ધ માણસ બહુ પુન્યશાળી છે. એાળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પોઠીયો પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂવે કદિ નહિ ખાધેલ તેવા મેવા ખાવાને પણ આપણને પ્રસંગ મળ્યો.” આ રીતે સર્વે મજૂર પણ તે વૃદ્ધની અને તેના સર્વે કુટુંબીઓની આજ્ઞાનુસાર વર્તાવા લાગ્યા. 1 ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તે જ હંમેશાં ત્યાં આવવા લાગ્યા અને તે જ સ્થળે વૃક્ષ નીચે બેસીને કઈ દિવસ બેર, કોઈ દિવસ જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કોઈ દિવસ નારંગી, અંજીર, પાકી શેરડીના કકડા, તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજૂરને અને ખાસ કરીને પિતાના પિતા તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષ આપવા લાગ્યા. - એક દિવસ ધન્યકુમારે ધનસારને કહ્યું, “તમારા વસ્ત્રા તદ્દન જીર્ણ થઈ ગયા દેખાય છે.” ધનસારે પ્રત્યુત્તર આપ્યા કે, “મહારાજ અમારા જેવા નિર્ધનને વસ્ત્રો નવાં કયાંથી હોય ? અમને તે ખર્ચ કયાંથી પોષાય? વળી મારા એકને માટે લૂગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવા હોય તેવા વસ્ત્રોથી જ ચલાવીએ છીએ.” આ ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરુષને પહેરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust