________________ 0 0 0 0 0 0 ઘન્યકુમાર કૌશાંબી નગરીમાં : 279 કહેવા લાગ્યા; “આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી લાગે છે. તેની મજૂરી મૂકાવી દીધી.” ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તે જ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલોક વખત ગયો એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરુષએ દ્રાક્ષ, અખેડ, ખજૂર વગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્યકુમારનાં આગમન વખતે પહેલેથી ત્યાં આવેલ હતા, અને પ્રણામ કરીને પાસે ઊભે રહ્યો હતો. ધન્યકુમારે તે વૃદ્ધને બોલાવ્યા અને કહ્યું કે, આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ગ્રહણ કરો, કારણ કે વૃદ્ધ પુરુષને આવી કોમળ વસ્તુઓ જ ખાવી ઠીક પડે છે; લોકોમાં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.” ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી “જે આપને આદેશ.” તેમ કહીને ધનસારે સર્વ મજૂરો તરફ દષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બેલ્યા; “શું આ પદાર્થો આ સને આપવાની તમારી ઈચ્છા છે? વૃદ્ધ પુરુષને તે વાત ચોગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યાર પછી સર્વે મજૂરોને, અને ખાસ કરીને વૃદ્ધ મજૂરને તે સૂકે મે આપ્યો અને તેની ઉપર સર્વેને તાંબૂળાદિ આપીને ધન્યકુમાર પિતાના ઘેર ગયા. પુણ્યવંત પુરુષોને ઉચિત એવો મેવો ખાવાને મળવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust