________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં 9 277 પંક્તિભેદ કરે તે સારું નહિ દેખાય, તેથી આટલી કૃપા જરૂર કરો ! આટલું કરવાથી મારા ઉપરની આપની કૃપા વિશેષ પ્રશંસાપાત્ર થશે.” પિતાનું વચન પ્રમાણ કરવું જોઈએ તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજૂરોને ઘી આપવાનો આદેશ કર્યો. આ આદેશને સાંભળીને સર્વ મજૂરે બહુ જ સંતોષ પામ્યા, અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષ જેમ ઉલસામાન થાય તેવી જ રીતે ભોજનમાં ઘી આપવાના રસવડે પોતાના મજુરોને ઉલસાયમાન કરીને જે રસ્તે આવ્યા હતા, તે રતે પાછા સ્વસ્થાને ગયા. બીજે દિવસે વનમાં વૃક્ષોને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી રીતે પોતાના પિતા વગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું ત્યાં આવ્યા. આગલા દિવસની જેમ જ ધનસાર શ્રેષ્ઠી અને અન્ય સર્વ મજૂરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ કર્યું. ધન્યકુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછયું, આ ત્રણ તમારા પુત્રો અને તેમની સ્ત્રીઓ હંમેશા મજૂરી કરે છે, અને સરોવર ખોદવાને ઉદ્યમ કરીને કલેશ પામે છે, પણ તમે તે હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust