________________ 276 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિ વગેરેની ઓળખાણ આપીશ નહિ. કારણ કે પથ્ય ભોજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે.” આમ વિચારીને મોન ધારણ કરી કાંઈક સ્નેહ તો દેખાડવો એમ વિચાર કરીને ત્યાં તે કાર્યમાં રહેલા અધિકારી પુરુષને ધન્યકુમારે કહ્યું; “આ પુરુષ વૃદ્ધ અવસ્થાના કારણે જર્જરિત થઈ રહેલા છે; તેથી તેમને ભેજનમાં તેલ ઠીક નહિં રહે તેથી એમને ઘી આપજે.” આવો આદેશ મળતાં ધનસારે “બહુ મોટી મહેરબાની કરી.” તેમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે સાથે કામ કરનાર બધા મજૂરો તે ધનસારને કહેવા લાગ્યા, “હે વૃદ્ધ ! તારા ઉપર આપનું સ્વામીની બહુ મોટી કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો આદેશ કર્યો, પણ તું એકલે ઘી યુક્ત ભજન કેમ કરીશ? એ કાંઈ સારું દેખાશે નહિ, કારણ કે ઉત્તમ પુરુષોને પંક્તિભેદ કરીને ભજન કરવું તે સારું દેખાતું નથી; તેથી તું સ્વામીને અમારા સર્વની તરફથી વિનંતિ કર કે જેથી અમો સર્વને પણ ઘીને આદેશ મળે!” આ પ્રમાણે સર્વે એ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યો; “સ્વામીનું હું એકલો ઘી ખાઉં તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તેવો આદેશ કરો તો ઠીક, આપના જેવા દાનેશ્વરીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust