________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં 9 275 વંશ વગેરે ગોપવીને અવસરને ઉચિત એ જેમ તેમ ઉત્તર આપતાં તેણે કહ્યું; “હે સ્વામીનું ! અમે પરદેશથી આવેલ છીએ, તદ્દન નિર્ધન છીએ, અમે આજીવિકાને માગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આ પરોપકારી વ્યવસાય સાંભળીને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ. અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે, “ઘણું જી, ઘણે આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' કારણ કે અમારા જેવાને તે તમે જ જગમ કલ્પવૃક્ષ છો.” આ રીતે મીઠાં વચનોને બાલી નમસ્કાર કરીને ધનસાર શ્રેષ્ઠી એક બાજુ ઊભો રહ્યો. પિતાનાં આવાં મીઠાં વચનને સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા; “અહો ! જુઓ ધનનો ક્ષય થતાં મતિને વિભ્રમ પણ કેવો થઈ જાય છે? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પોતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. કહ્યું છે કે ધનને ક્ષય થતાં તેજ, લજજા, મતિ, માન તે સર્વનો પણ નાશ થાય છે; જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પોતાના પુત્રને પણ ઓળખતા નથી, તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પિછાણી શકતા નથી. વળી હમણ દારિદ્રયના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે પોતાના વંશાદિકને . પણ ગોપવે છે. તેજહીન થયેલા તારાઓ દિવસે શું પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust