________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 273 પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. એક ક્ષણ તે ભૂલવું નહિ. આ રીતે કેટલોક કાળ વ્યતીત થયે. એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હવાને લીધે હર્ષિત એવા લોકોથી પરિવઘેલા, મંત્રી તથા સામંતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘોડાઓનો સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે, તાપ નિવારવા જેની પાછળ સુવર્ણદંડવાળું છત્ર ધારણ કરાયેલ છે, ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારોથી મનોહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂ પર્વત જેવા લાગતા, “ઘણું જી, આનંદ પામે, જયવંતા રહે.” એવી બિરૂદાવળી બોલતા બંદિવાનોના સમૂહને તેમના જીવન પર્યત ચાલી શકે તેટલું દ્રશ્ય દાનમાં આપતા તેમજ જે મોટું તળાવ પિતાના તરફથી ખોદાતું હતું તેને જોવાને માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. તે અવસરે તળાવનું કામ કરનારા મજૂરો તેમને જોઈને હર્ષ પૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વના પ્રણામ સ્વીકારી ને એકાંત સ્થળમાં અશેક તરૂની છાયામાં રાજાને ગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું, તે સ્થળે ધન્યકુમાર બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજૂરોની દવાની પ્રવૃત્તિને તેઓ જાતે ચોક્કસાઈપૂર્વક ક, 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust