________________ 272 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 હમેશાં એક દીનાર નાણું અપાય છે, અને કામ કરનારા પુરુષોને બે દીનાર ઉપરાંત બે વખત તેઓને તેલ, મસાલા સહિત ઇચ્છિત ભજન અપાય છે. આમ હોવાથી જેઓ નિધન છે અને મજૂરી કરનારા છે, તેઓ આ તળાવ ખેદવાના કાર્યથી સુખે આજીવિકા ચલાવે છે.” નગરના નિવાસી પાસેથી આ હકીકત સાંભળીને ધનસાર શ્રેષ્ઠી બહુ હર્ષિત થયો. પછી પોતાના સર્વ પરિવાર સહિત ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખેદનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પિતાને તથા પિતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારુ રાખવા વિનંતિ કરી. તે મેટ અધિકારી બોલ્યા, “હે વૃદ્ધ! અમારા સ્વામી-- ના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજૂરે સરે વર દવાનું કાર્ય કરવાવડે સુખે આજીવિકા ચલાવે છે. તું તારા કુટુંબ સહિત તળાવ ખોદવાનો ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબને નિર્વાહ કર.” તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત. ધનસાર શેઠ તળાવ દવાના ઉદ્યમમાં પ્રવર્યા, તેઓ બધા હમેશાં મજૂરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂતિ કરવા લાગ્યા. પિતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવતી થયેલા છો. આ ન પૂરી શકાય તે પેટનો ખાડો પૂરવા માટે શું શું * કાર્યો કરતા નથી? તેથી જ વિવેકી જીવોએ આ સંસારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust