________________ 270 : કથારને મંજૂષા : ભાગ 1 0 0 0 0 0 0 -શ્વસુરગૃહને હું તો કદિ પણ છોડીશ નહિ, જયાં આપ વડીલે રહેશે ત્યાં હું પણ આપની સાથે જ આપની છાયાની જેમ રહીશ એ મેં નિશ્ચય કર્યો છે.” પોતાની શાણું સુશીલ પુત્રવધૂ સુભદ્રાનાં આવાં સુંદર વચનેને સાંભળીને ધનસાર શ્રેષ્ઠી આનંદિત થઈ ને બોલ્યા; * પતિવ્રતા ! તે ખરેખર સત્ય કહ્યું છે. તું તે પુરુષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પાતિવયના ધર્મમય વિચારથી સાચે જ અમારુ સર્વ રીતે સારું જ થશે, એ મને નિર્ણય થયો છે. ત્યાર પછી ધનસાર શેઠ તેની શીલવતી પત્ની સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીએ કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળ્યો. માગમાં સવ સ્થળે મજૂરી વગેરે કરીને આજીવિકા કરતા તથા ઘણા દેશ અને નગરોમાં ફરતાં અનુક્રમે તેઓ કૌશામ્બીમાં આવ્યા; કહ્યું છે કે; “યતિઓ, યાચક અને નિર્ધને વાયુની જેમ એક સ્થળે રહેતા નથી, રહી શકતા નથી.” મોટી નગરી કૌશાંબીને જોઈને અહીં તહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કેઈ સજ્જન પુરુષને દેખીને ધનસારે તે પુરુષને પૂછયું કે, “હે ભાઈ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંતો, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિર્ધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે માણસે કહ્યું, “ભાઈ આ નગરમાં જે શ્રીમતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust