________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 269 તરમાં જઈશું. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરુષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કઈ કઈ વિપત્તિ પડતી નથી? અનેક પ્રકારની વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છો, સુખની લીલામાં જ ઉછરેલી છે, દુઃખની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! . તું સુખોથી ભરેલા તારા પિતા ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિને સંગમ થશે, ત્યારે તને આમંત્રણ કરીને બોલાવીશું.” પિતાના શ્વસુર ધનસાર શ્રેષ્ઠીનાં કથનને સાંભળીને સુભદ્રા બેલી, “સસરાજ! આપના જેવા વયોવૃદ્ધ, કુલપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાં જ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દષ્ટિવાળા અને અમારું દુઃખ જેવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે કહેવું યોગ્ય છે; પરંતુ હું તે શિયળરૂપ શસ્ત્રની સહાય લઈને આપની સાથે જ આવવા. ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તો પતિના ઘેર રહેવું તે જ યોગ્ય છે.” વળી જ્યારે સંપૂર્ણ લક્ષ્મી. અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહોત્સવાદિકના કારણને ઉદ્દેશીને જ પિતાનાં ઘેર જવું યોગ્ય છે. કારણ વગર નકામા પિતાના ઘેર જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે શ્વસુરગૃહે રહેવું તે જ શ્રેષ્ઠ છે. તેથી હે વડિલ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તે દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શીલ પાળવાપૂર્વક: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust