________________ 268 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો; “પહેલાં આજ સ્થળે ઊંચે વ્યાપાર કર્યો, હવે અહિ હલકે ધંધો આપણાથી કેમ થઈ શકશે ?" આમ મનમાં વિચારી તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું પુત્રી હવે અહીં રહેવું યોગ્ય નથી; તેથી ચાલો આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદર પૂરણ થી ભિક્ષાવૃત્તિ કરવી પડે તે પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે, પરદેશમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કઈ માણસ તેને હલકાં વચને કહેતો નથી પણ ઊલટું કરુણવડે કેાઈ કેાઈ માણસે તેને સહાય કરનારા થાય છે. સ્વદેશમાં તે પગલે પગલે લોકોનાં દુર્વચને સાંભળીને હદય બળે છે. હે પુત્રી છે જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠડે બેલાયેલું કાવ્ય પણ જે અર્થ શૂન્ય હોય તો તે પ્રશંસાપાત્ર નથી, તેવી જ રીતે સમયેચિત ભાષાના વ્યાપારમાં કુશળ એવા પણ નિર્ધન માણસ લોકોમાં પ્રશંસાપાત્ર બનતો નથી.’ જીવન નિર્વાહ માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શ્રેષ્ઠીએ ત્યાર બાદ સોમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગદગદ કંઠે તેણે કહ્યું, “તું પણ ગોભદ્ર શ્રેષ્ઠીને ઘેર જા, અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કેઈ સ્થળે ચાલ્યું ગચે છે, અને તેની સાથે સંપદા ચાલી ગઈ છે. અહીં રહેવાથી અમે કુટુંબનો નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તો હવે દેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust