________________ 274 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 જેવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજૂરી કરવાથી કલેશ પામેલા પોતાના આખા કુટુંબને જોઈને ધન્યકુમાર મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. - તેમને વિચાર થયો કે, “અહો ! કમની રેખા દેવતાઓથી પણ ઉલ્લંઘી શકાતી નથી. જે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરુ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળ થઈ જાય, કમળ પુષપે પર્વતના અગ્રભાગે શિલા ઉપર ઉગે તો પણ ભાવિ જે કમરેખા હોય તે કઈ પણ રીતે ફરતી નથી. અહો ! આ મારા મા-બાપ, આ ભાઈએ, આ ભાભીઓ, આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. ખરેખર કેવી અસંભાવ્ય, ન ક૯પી શકાય તેવી દુર્દશા ભાગ્યયોગે પ્રાપ્ત થઈ છે. આ શાલિભદ્રની બહેન મારી પત્ની સુભદ્રા પણ માટી વહન કરે છે. અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે, સર્વજ્ઞનું આ વચન કેઈ દિવસ મિથ્યા થતું નથી.” આ વિચાર કરીને પિતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું, “તમે નવા આવ્યા જણાઓ છે ? કયાંથી આવ્યા છે ? તમારી કઈ જાતિ છે? આ સર્વ સ્ત્રી પુરુષને તમારી સાથે શું સંબંધ છે?” આમ જ્યારે ધન્યકુમારે પૂછયું, ત્યારે પ્રબળ પુણ્ય ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણનાં અલંકારની કાંતિથી જેનાં શરીરનું વરૂપ ફરી ગયું છે, તેવા ધન્યકુમારને પિતાનો પુત્ર હોવા છતાં ધનસારે ઓળખ્યા નહિ. તેથી પોતાની જાતિ, કુળ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust