________________ 298 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજૂરી કરીને કેમ શ્રમિત થાઓ છે ? આ તમારા દીકરા કૈવા. છે કે જે તમને આવું દુઃખ ઉતપન્ન કરનારી મજૂરીનાં કાર્યમાંથી નિવારતા નથી?” આ સાંભળી ધનસાર બે ; “સ્વામીન ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના યોગે આ રળવાને ઉદ્યમ મળે છે, તેથી લોભથી પરાભૂત થઈ ને એક રોજી વધારે મળે તો સારું તેવા લોભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજૂરી કરું છું. દારિદ્રયરૂપી તાપના નિવારણમાં મેઘસદેશ આપના જેવા વારંવાર કયાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે અને મૂડી થશે તે ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપયોગમાં આવશે; આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજૂરી કરે છું” ધન્યકુમારે આ સાંભળીને જરા હસી સર્વ મજૂર. તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને તે સમયે આદેશ કર્યો; “જુઓ ! આ વૃદ્ધ પુરુષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે તે ખોદવાની મજૂરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી. આજથી આ ડોસા પાસે કેાઈએ કાંઈ પણ મજૂરી કરાવવી. નહિ, અને રોજ બધાયની જેમ સરખી આપવી.” - “સ્વામીનું વચન પ્રમાણ છે.” એમ કહીને સર્વે એ. તેમને પ્રણામ કર્યા. આ મુજબ વ્યવસ્થા કરીને ધન્યકુમાર ઘેર ગયા. ત્યાર પછી સર્વે મજૂરો એકઠા થઈને પરસ્પર વ્યાપારા િધન મળશે જેવાર કયાં વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust