________________ 284 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ રીતની પતિને આદેશ પ્રસન્નચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યો. તે દિવસથી સરલ હદયથી તેણે પતિના આદેશ પ્રમાણે વર્તન કરવા માંડયું. - જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તે ખુશી થઈને તેને દૂધ છાશ, પકવાન, ખજૂર, અખોડ, સીતાફળ વગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનથી બોલાવે અને શરીરે કેમ છે? સારું છે? ઈત્યાદિ શરીરના સુખ દુઃખના સમાચાર પૂછે. સુભદ્રા પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તે બધું પિતાના ઉતારે લઈ જાય અને વૃદ્ધ એવા પિતાના સસરાની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરતા કહે કે, “રે પુત્ર! જુઓ, ભાગ્યવાન પુત્રના આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે? તે પુણ્યવંત પુરુષને ઉપભોગમાં લેવા લાયક મેવા મીઠાઈ વગેરે ખાદ્ય પદાર્થોને લઈને આવે છે. જ્યારે બીજા દિવસે મોટી વહુએ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવી જ પાતળી છાશ લઈને આવે ત્યારે ધનસાર કહે કે, “આમાં કાંઈ બીજે વિચાર કરવા જેવું નથી, આ મોટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી, અને આ નાની વહુએ કાંઈ આપ્યું કે દીધું નથી, પરંતુ અહિં ભાગ્ય માત્ર જ પ્રમાણભૂત છે, - નશીબમાં હોય તે જ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે.' ધનસાર શ્રેણી આ રીતે જ્યારે સુભદ્રાની પ્રશંસા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust