________________ 266 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પુરમાં ધન્યકુમારની પ્રભુતા તો નિશ્ચળ થયેલી હતી, ઉપરાંe વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભડાએવા ધન્યકુમારે મહાપુણ્ય પ્રભાવથી છેડા વખતમાં જ કરોડો રૂપિયા મેળવ્યા. તે નગર અન્ય રાજ્યના ઉપદ્રવોથી તેમજ વ્યાધિ વગેરે. ઉપદ્રવથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ઘણો મળતો હતો. તેથી થોડા વખતમાં જ બહુ મનુષ્યો ત્યાં વસવા આવ્યા. ઘણા મનુષ્યના નિવાસથી વસતિ વધી જવાના લીધે લોકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બાલવા લાગ્યા; “આ નગરમાં બીજુ તો સુખ છે. પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી.' આવી લોકોક્તિ ચરપુરુ પાસેથી સાંભળીને લોકોનાં સુખ માટે ધન્યકુમારે સારા મુહૂતે એક મોટું સરોવર ખોદાવવાને પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા માણસો સાવ ખાદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકે તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા. આ બાજુ ધન્યકુમાર પિતાના વડિલભાઈઓનાં કલહથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને રાજગૃહી નગરીને ત્યજીને ઘેરથી નીકળ્યો ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શોભા ચાલી જાય તેમ કુટુંબની સમસ્ત લક્ષમી પણ ત્વરાથી ચાલી ગઈ એટલે તેનું ઘર બધુ લક્ષ્મી રહિત શેભા વિનાનું થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust