________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 265 પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગ્યો. અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમંજરી નામની પોતાની કન્યા ધન્યકુમારને આપી અને વિવાહ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું. ત્યારબાદ ઉત્તમ દિવસે અને ઉત્તમ મુહૂર્ત મોટા મહોત્સવ પૂર્વક પોતાની પુત્રીનું ધન્યકુમાર સાથે કૌશાંબીના રાજા શતાનિકે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચસો ગામો, અધો અને હાથીઓ આપ્યા. શ્વસુરગૃહમાં વાસ કરે તે અયક્ત છે” એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખા ગ્રામ (પરું) વસાવ્યું અને ત્યાં પોતાનું નિવાસ કર્યો. ધન્યપુર ગામ બહુ સુંદર દુકાનોની શ્રેણથી મનહર બનાવ્યું હતું. અતિ ઊંચા અને જુદા જુદા પ્રકારના ગોખના સમૂહથી શોભતા ઘરની શ્રેણીઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાં જ દષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનોહર હતું. આ ધન્યપુરમાં આવીને ઘણું દેશી અને વિદેશ વ્યાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતો. આવા સુંદર નગરમાં ઘણા અન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વગેરે બહુ જ ઓછા હોવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખીંચાઈને આવ્યા હતા, અને અન્ય અન્યની હરીફાઈથી તરતમાં જ આવીને હર્ષપૂર્વક ત્યાં વસ્યા હતા. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust