________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 263 રાજાને આદેશ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેના ગુણોને જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યો. “મહારાજ ચિત્તમાં વિસ્મય કરાવે તે આ મણિને પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હેસ્વામિન્ ! આ મણિને જે કોઈ માણસ મસ્તક ઉપર ધારણ કરે તે માણસને, હસ્તીઓ જેમ સિંહનો પરાભવ કરી શકતા નથી, તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ મણિ જે નગરમાં બિરાજતા હોય તે નગરમાં જેવી રીતે સારા રાજાનાં રાજ્યમાં અનીતિઓને સંભવ રહેતો નથી. તેવી જ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કોઈ પણ જાતના ઉપદ્ર તેનાં રાજ્યમાં ઉદ્દભવતા નથી, જે પર્વત ઉપર વરસાદ પડતું હોય, તે પર્વતને દાવાનળની ધાસ્તી હેતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરુષે પિતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ટાદિક વ્યાધિઓ પરાભવ કરી શકતી નથી. વળી સૂર્યનો ઉદય થતાં અંધકાર જેમ ટકતો નથી, નાસી જાય છે. તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂત-પ્રેતાદિક કોઈ પણ તુચ્છ દેવના ઉત્પાત થઈ શકતા નથી. હે સ્વામિન્ ! જે કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તે એક થાળ આપ અહિં મંગાવો અને સાથે ચેખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવે. એટલે હું તેની પ્રત્યક્ષ ખાતરી કરી આપું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust