________________ * 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 261 લંઘતો અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતો, જેવી રીતે ભવ્ય જીવ તિર્યંચ ગતિના ભવોને પૂર્ણ કરીને મનુષ્યગતિ પામે તેવી રીતે અનુક્રમે ભાગ્યશાળી ધન્યકુમાર કૌશાંબી નગરીમાં આવ્યો. કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયોમાં શિરરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારો તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયેલ હતો, એટલે કે અરિવગ શાંત પડી ગયા હતા અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામને અમૂલ્ય મણિ હતો. તે મણિ પરંપરાથી - તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશાં પૂજાયા કરતો હતે. એક દિવસ તે રાજાને તે મણિની પૂજા કર્યા પછી વિચાર આવ્યો કે, “આ મણિ પરંપરા વડે પૂર્વજોથી પૂજાયા કરે છે. હું પણ યથાક્ત વિધિએ તેની પૂજા કરું છું; પણ આ મણિનું મહાસ્ય શું છે તે હું જાણતો નથી.” આમ વિચારતાં તેનું મહાસ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છી થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બોલાવી લાવ્યા. અને તે ઝવેરીઓને રાજાએ પૂછયું, અમારા પૂર્વજોથી ઘણું દ્રવ્યવડે આ મણિ યથાવિધિ પૂજાતે હતે. તેથી હું પણ તેની હંમેશા પૂજા કરું છું પણ તે મણિના ગુણો શું છે? તે હું જાણતો નથી, તેથી આના ગુણે જે હોય તે કહો !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust