________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં H 259 પ્રણામ કરીને બેલ્યો; કે, “આજ મારે દિવસ સફળ થ, આજે મારાં સવ કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારે જન્મ સફળ થયે; કારણ કે આજે મને આપનાં પવિત્ર ચરણયુગલનાં દર્શન થયાં.” આમ સારી રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજજનતા તથા વિનીતતાને ભાગ્યશાળી ધન્યકુમારે સર્વ રીતે પ્રગટ કરી. પિતા ધનસાર શ્રેષ્ઠી પણ અત્યંત હર્ષ પૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટવા અને સુખની તથા કુશળક્ષેમની વાતો પૂછવા લાગ્યા. . ધન્યકુમારે પિતાને સુખાસનમાં, મોટા ભાઈઓને અો ઉપર, માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ચતુરાઈમાં અગ્રેસર પુરુષ ઔચિત્યને કદિ પણ ચૂકતા નથી. પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનોહર ગામ તેમજ વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. ખરેખર જે મનુષ્યની લક્ષમી બંધુઓના તથા ભક્તિ પાત્ર માતા-પિતા આદિના ઉપભોગમાં આવે છે, તે જ લક્ષમી વખાણવા લાયક છે.” આ રીતે સજ્જન શિરોમણિ ધન્યકુમારે પિતાના ધનદેવ આદિ ત્રણે મોટા ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા. તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust