________________ 26 0 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હોવાથી હર્ષને સ્થાને ઈર્ષ્યાને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે, " દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સાકાર કરવામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કલહ અને ઈર્ષ્યા જ કરે છે. દૂધથી ધાયેલ કાગડા શું કલહંસપણને કદિ પણ પામી શકે છે? પામી શકતો જ નથી.” ઔચિત્યવેદીઓમાં અગ્રેસર એ ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષ્યાથી વાણું અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સહદપણું વિનાના અને કેધથી ધમધમતા દેખીને વિચારવા લાગ્યો; “જે સંપત્તિથી બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય, તે સંપત્તિને સજજન પુરુષો તે વિપત્તિતુલ્ય જ ગણે છે. તેથી આ સંપત્તિને ત્યજીને ફરી પણ પૂર્વ પ્રમાણે હું દેશાંતરમાં ચાલ્યો જાઉં કે જેથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી મારા ત્રણે બંધુઓ તુષ્ટ થાય.” આ વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાને ત્યજી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રનને જ સાથે રાખી શ્રેણિક રાજા કે અન્ય શ્રેષ્ઠીજનને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કઈ અવસર મળી ગયો ત્યારે ઘર તથા રાજગૃહી નગરીને છોડીને ધન્યકુમાર નગરીની બહાર નીકળી ગયે. રસ્તે ચાલતાં પણ તે પુણ્યશાળી ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પિતાના ઘરની જેમ સર્વત્ર ઈચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યું. સુખોને ભોગવતો, સુખે સુખે માર્ગને P.P. AC' Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust