________________ 258 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આડંબર વિનાના મોટા માણસની પણ અવજ્ઞા થાય છે.” વળી મહાજનમાં “આ મારા બંધુઓ વગેરે નિધન છે.” એમ ન કહેવાય અને તેવી લઘુતા તેમને ન મળે તે જ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત અહિં પણ જાણ નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારનાં ઉદ્યાનમાં મોકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મોટા આડંબર અને સન્માનપૂર્વક હું તે બધાયને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણો વગેરે આપી રથાદિકની અંદર તેઓને ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા. નગરની બહારનાં કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નોકરોએ સુગધી તિલાદિકવડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડવા. ત્યાર પછી પૂર્વે નકકી કર્યા મુજબ નિયત કરેલા પુરુષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી, “સ્વામી! નગરનાં ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણી આપનારને હર્ષપૂર્વક કવ્યાદિક દેવાવડે રાજી કરીને ઘોડા, રથ, સિપાઈ ઈત્યાદિક પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શ્રેણીઓથી પરિવરેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને ઉપવનમાં ગયો. દરથી પિતાનાં દર્શન થતાં જ વાહનમાંથી નીચે ઉતરીને ધન્યકુમાર હર્ષપૂર્વક પિતાજીના પદયુગલમાં પડી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust