________________ 262 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મહારાજા શતાનિકે તે બધા મણિ પરીક્ષકોને તે મણિના ગુણે પૂછળ્યા, પણ તેવા પ્રકારનાં શાસ્ત્રજ્ઞાનના અભાવથી મણિના સ્પષ્ટ ગુણો તેમાંથી ત્યાં તે સમયે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજએ નોકરો દ્વારા એવો પડતું વગડાવ્યો; “નિપુણ પુરુષમાં અગ્રેસર એવો જે કઈ પુરુષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણો હોય તે પ્રગટ કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવાળે રાજા પાંચસે ગામ પાંચસે હાથી અને પાંચસો અશ્વો આપશે અને પિતાના. સૌભાગ્યમંજરી નામની પુત્રીને પરણાવશે.” રાજાની આ આજ્ઞા થવાથી દરેક મોટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે ઉપરોક્ત પડહ વગાડતા રાજાના માણસે ભમવા લાગ્યા. તે સમયે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતો હતો. પડહના વગાડનારાઓના પડને સાંભળીને ધન્યકુમાર તેઓની પાસે આવીને બો; “હે પડતું વગાડનારાઓ ! હવે તમે પડડ વગાડશો નહિ. હું રાજસભામાં જઈને મણિના ગુણોને પ્રગટ કરીશ. આ રીતે પડહ વગડાતા અટકાવીને પરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડવાદકેની. સાથે શતાનિક રાજાની સભામાં આવ્યો અને રાજાને નમીને. યથાયોગ્ય સ્થાને તે બેઠે. શતાનિક મહારાજા પણ તેના સૌભાગ્ય, કાંતિ, રૂપ અને સુંદર આકાર વગેરે જેઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યો; “હે બુદ્ધિના ભંડાર ! આ રત્નની પરીક્ષા કરો અને તેના જે ગુણો હોય તે સ્પષ્ટ બતાવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust