________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 267 = ગયું. ધન્યકુમારના ચાલ્યા ગયાની તથા લક્ષમીને નાશ થયાની હકીકત રાજગૃહીના સ્વામી શ્રેણિક મહારાજે સાંભળી અટલ તેઓ બહુ કપાકુલ થયા અને રાજસભામાં સભ્યોને કહેવા લાગ્યા અરે સભાજનો ! દુષ્ટ લોકોની દુષ્ટતા તે જુઓ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગર જ આટલી મેટાઈ અને પ્રઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટ વડિલ ભાઈઓએ કલહ, ઈર્ષ્યા અને કુટિલતા કરીને તેને અતિશય ખેઢ પમાડો; એટલે “કલેશકારી સ્થાન દૂરથી જ છોડી દેવું તે સજજનનું ભૂષણ છે.” આ શાસ્ત્ર પ્રસિદ્ધ ઉક્તિને આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેમના કશા સમાચાર નથી, મહાપુરુષો વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહાપાપી છે અને કેઈ પણ પ્રકારના અધિકારને યોગ્ય નથી.” આમ કહીને સજજનોનું પાલન કરવું અને દુષ્ટોને દંડ. કરો તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગૃહમાં રાખી મોટી રકમને શ્રેણિકે દંડ કર્યો, અને બધા ગામ વગેરે તેમની પાસેથી લઈ લીધા પછી જેવા આવ્યા હતા, તેવા જ નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા. આવી રીતે ધન્યકુમારના પિતા ધનસાર તથા વડિલ. ભાઈ ધનદેવ આઢિ ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે જાણે કે તેની સ્પર્ધા કરનાર યશ, કીતિ કાંતિ વગેરે ગુણે પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust