________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : ૨પ૭ નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાનો આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ પણ થતી નથી.’ ધન્યકુમારનું આ કથન સાંભળીને ધનસાર બેલ્યા; ‘વત્સ ! તારાં પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઉજજયિની માંથી નીકળે કે તરત જ જેવી રીતે અતિ સ્કુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચોરો ચેરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કેયલારૂપ થઈ ગયું અને અદ્રશ્ય પણ થઈ ગયું. આમ સર્વ ધનને નાશ થઈ ગયે. અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામોગામ ભમતાં “રાજગૃહી મટી નગરી છે” એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કેઈ પુણ્યના ઉદયથી આજે તારું દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” પિતાજીની આવી વાણીને સાંભળીને સ્વચ્છ હૃદયી ધન્યકુમાર પણ તેમનું દુખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુઃખી થશે. કારણ કે, સજજને સ્વભાવથી જ એવા હોય છે. વળી ધન્યકુમારને તે વખતે એક વિચાર આવ્યું મારા પિતાશ્રી તથા બંધુઓ વગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તે તો ઘરમાં કામ કરનારા નોકરો પણ તેમનું બહુમાન કરે નહિ. લોકોમાં પણ કહેવાય છે કે, “વેષના ક, 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust