________________ 0 0 0 0 0 0 0 સુપાત્રદાનને મહામહિમા = 255 આ બધું પૂર્વભવમાં માસક્ષમણના તપસ્વી ક્ષમાશીલ મહર્ષિને ભાવનાપૂર્વક અખંડિત આપેલ દાનનું ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખંડિત ભાવથી આપેલ ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષય સુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દષ્ટાંત છે. ગોભકિદેવ પણ તેનાં દાનપુણ્યના મહિમાથી ખીચાઈને જ દિવ્ય અને અલૌકિક ભગ્ય વસ્તુઓ પૂરી પાડતા હતા. તે માટે ભવ્ય છે ! નિદાન વગર સુપાત્ર સંયમી સાધુ મુનિરાજને દાન આપવાનાં કાર્યમાં અતિશય આદર કરજો; તે સુપાત્રદાન જ ખરેખર આ ભવ તથા પરભવને ઉજવલ કરનાર અને છેવટે પરમાનંદપદ અપાવનાર છે. 0 આજે દુનિયામાં તો માયા - મૃષા સેવાય છેપણ ભારે દુખદ વાત તે એ છે કે, ધર્મમાં પણ મોટે ભાગે આજે માયા - મૃષા સેવે છે. કારણ કે તેને ધર્મ કરવો નથી અને ધમી ગણાવવું છે માટે. 0 ધર્મને નેવે મૂકીને, ધર્મમાં પણ જે જીવો પોતાનું વ્યક્તિત્વ કેળવે છે તે તે “અસ્પૃશ્ય” જેવા છે. ' સાધુએ ઘર - બારાદિ સઘળી સંસારની સામગ્રી છોડી ડે છે તો તે સાધુ તમારા ઘર— બારાદિ મંડાવવા ઈચ્છે છે ઘર - કે બારાદિ છોડાવવા ઇછે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust