________________ 254 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પૂર્વના પુણ્યથી આકર્ષાઈને તેઓ હમેશાં બત્રીશ પિયાયુક્ત શાલિભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી તેનાં ઘેર ઉતારવા લાગ્યા. - એ દરેક પેટીમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેના પહેલા ખાનામાં કસ્તુરી વગેરે દેવી સુગંધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારનાં વસ્ત્ર મૂકવામાં આવતા હતા. બીજા વિભાગમાં મણિ રત્ન ઈત્યાદિથી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ દૈવિય આભરણે રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જુદી જુદી ઉત્તમ રાજદ્રવ્ય ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મોદક, વગેરે સ્વાદિષ્ટ ખાઘો, ઉત્તમ પ્રકારની ભજન સામગ્રીઓ, દ્રાક્ષ, ખજૂર, અખરોટ, કેળાં, આંબા, નારંગી ઇત્યાદિ સુકા તથા લીલાં ફળે તાંબૂળ વગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. તેત્રીશ પેટીઓમાંથી આ રીતે સર્વને જોઈતી વસ્તુ નીકળતી હતી. હંમેશાં આવતી નવી નવી પેટીઓમાંથી નીકળતા વસ્ત્ર, આભરણ વગેરેને શાલિભદ્ર ને તેની બત્રીશ સ્ત્રીઓ પિતપોતાના ભેગમાં લેતા હતા, અને આગલા દિવસનાં વપરાયેલા વસ્ત્રાભરણાદિકને “નિર્માલ્ય” ગણુને એક કૂવામાં નાંખી દેતા હતા. આ ભગ્ય વસ્તુઓ ગોભદ્રદેવ શાલિભદ્ર અને તેની બત્રીશ પત્નીઓ માટે હંમેશાં મોકલતા હતા અને શાલિભદ્ર પણ ઈચ્છાપૂર્વક નિઃશંકપણે દિવ્ય વસ્તુઓથી મળતાં સુખને ભેગવતે આનંદથી કાળ નિગમન કરતે હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust