________________ ૨પ૨ : કથારસ્ન મંજૂષા : ભાગ–૧ 0 0 8 6 4 5 ચેલી હજારો ચક્ષુઓ પડેલી છે. તેથી તેમાં તારી ચક્ષુઓ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી. અને જે કાઈ ને બદલે કેઈની ચક્ષુ અપાઈ જાય તો શાસ્ત્રમાં મહાપાપ કીધેલું છે. સવે માણસને પોતપોતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તે બહુ જ પ્રિય હોય છે. કહ્યું પણ છે. કે; " પૃથ્વીનું મંડન નગર છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહેતુ મંડન ધન છે. ધનનું મંડન કાયા છે ને કાયાનું મંડન મુખ છે, અને મુખનું મંડન ચક્ષુ છે; મનુષ્યોને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્યો આવી પડે ત્યારે જ પોતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરે મૂકીને માણસે ધન લાવે છે અને ઘન ધીરનારા વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓને લઈને વ્યાજે રૂપિયા ધીરે છે; તેવી સદવ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ચક્ષુ મને આ૫, કે જેથી તેને સરખી મેળવીને ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહિં હાજર કરું.’ ગોભદ્ર શ્રેષ્ઠીની આ વાણીને સાંભળીને જેવી રીતે ફળ ભરવામાં ચૂકેલ વાંદરો અથવા દાવ નાખતાં ચૂકેલ જુગારી વિલ થઈ જાય, તેવી રીતે તે ધૂત પણ પિતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલ થઈ ગયો. ધન્યકુમારની આવી વિચક્ષણતાથી ગોભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિવડે તે ધૂની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટ રચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યે. તેણે કરેલી , જવાથી ઘણા . દેશમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust