________________ 250 : કારત્ન મંજૂષા : ભાગ–૧ . 6 4 5 6 6 વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા; “પ્રધાને ! સભાજને ! જે આ અવસરે અભયકુમાર હાજ૨ હોત, તે આ કલહે શમાવવામાં આટલો વિલંબ ન થાત. જે સૂર્ય પ્રકાશતા હેય તે અંધકારને સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે ? એક અભયકુમાર વિના મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્ર વિના રાત્રિ બિલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે.” રાજાનાં આ વચનોને સાંભળીને એક પુરુષે કહ્યું; “સ્વામીનું ! નગરમાં એવી ઉદઘેષણ કરાવે કે; “આ નગરમાં એ કઈ બુદ્ધિ શાળી છે કે જે ગોભદ્ર શ્રેષ્ઠીની બાબતમાં સત્યાસત્યને નિર્ણય કરી આપીને બધું કાર્ય સરલ કરી આપે; જે હોય તે તેણે પ્રગટ રીતે બહાર આવવું.” જ તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગોભદ્ર શ્રેઠીને પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી રાજગૃહી નગરીમાં ચારે અને ચૌટે સર્વત્ર શ્રેણિક મહારાજાએ એવો પડહ વગડાવ્યો કે, “જે કે બુદ્ધિશાળી પુરુષ આ માયાવી માણસને સચોટ પ્રત્યુત્તર આપી, તેને નિરૂત્તર કરશે અને ગીભદ્ર શ્રેષ્ઠીની ચિંતા મટાડશે તેને ગોભદ્ર શ્રેષ્ઠી બહુ ઋદ્ધિ સહિત પોતાની પુત્રીને પરણાવશે, અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” રાજગૃહી નગરીમાં ઉપરોક્ત પડતું વગાડતે વગડાતો જે ઠેકાણે સજ્જન પુરુષોમાં આદર પામેલા ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુકથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust