________________ 4 5 6 છે . . સુપાત્રદાનને મહામહિમા H 248 મને પ્રાપ્ત થયું છે, તેથી મારી આંખ હોવા છતાં અને તે આંખ છેડાવી શકાય તેટલે ધનલાભ પણ મને થયેલા છતાં લોકોનું એવું વચન હું હવે શા માટે સાંભળું અને સહન કરું? તેથી મને ચક્ષુ પાછી આપે, મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. ચક્ષુ સિવાય હું બીજુ કાંઈ લેવાને નથી.”, , ધૂર્તનાં ઉપરોક્ત વચનોને સાંભળીને ગભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સૂઝયું નહિ, તેઓ દિડમૂઢ બની ગયા. અને તે ધૂને સમજાવવા માટે તેમણે અન્ય પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને બેલાવ્યા. તેઓએ સામ, દામાદિ ઉપાવડે તથા અનેક યુક્તિઓ વડે તે પૂર્તને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિએ નિષ્ફળ ગઈ તે જરા પણ સમજ્યો નહિ. જ્યારે ગોભદ્ર શ્રેષ્ઠીએ જવાબ ન આપ્યો; પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂર્ત નટની જેમ કપટકળા કેળવતે શ્રેણિક મહારાની સભામાં ગયે, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાથથી ગર્ભિત વચનને તે એવી રીતે બોલવા લાગ્યો કે, રાજાની સભા શોભાવનારા એવા સર્વ પ્રધાને પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિમાન થયા નહિ. સર્વ પ્રધાન અને સભાજનો તે ધૂર્તનાં કુયુક્તિયુક્ત વચનોને સાંભળી દિમૂઢ જ બની ગયા. અને એક બીજાના મોઢા સામું જોવા લાગ્યા કેઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. તે સમયે બધા સભાસદોની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા, અને તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust