________________ 248 કથારને મંજૂષા : ભાગ– 6 વડે જ બન્યું છે, તેમ હું માનું છું. માટે હવે શેઠ! તે તમારુ મને આપેલ લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરે અને સૂર્યજયોતિની પ્રભાતુલ્ય મારું નેત્ર મને પાછું આપો.” તે ધૂતારાનાં મીઠા પણ કપટયુક્ત આવાં વચનોને સાંભળીને પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગભદ્ર શ્રેષ્ઠીએ ઘણું ઘણી નમ્ર યુક્તિઓ વડે તેને સમજા બે, પણ તે કઈ રીતે માન્ય નહિ; પરંતુ ઊલટું બહુ વાચાળપણાથી અનેક યુક્તિઓપૂર્વક વચન રચના કરીને તેણે તો કજીઓ કરવા માંડયો. તેણે શ્રેષ્ઠીને કહ્યું, “કરોડો દ્રવ્ય આપવાવડે પણ ન મળી શકે તેવું મારું લોચન તમને મળવાથી તમે લોભ સમુદ્રમાં ડૂબે નહિ, આવી રીતે જૂઠું બોલવું તે તમારા જેવા વ્યાપારીને બિલકુલ છાજતું નથી, જેવી આખા નગ૨માં તમારી ભલમનસાઈ કહેવાય છે, તે સાચવી રાખવી અને તેનું મહત્વ ઓછું થવા ન દેવું તેમાં જ તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરુદ્ધ વચનોને ઉચ્ચારશે, ખેડું બેલશે તે લેકમાં તમારી સામે વિરોધ પ્રગટ થવાથી તમે મોટી આપત્તિમાં પડશે. તમારી મહત્તાને અને આબરૂનો નાશ થશે, માટે તમારી સજજનતા અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ! વળી આજ સુધી તે મારી આંખ તમારાં ઘેર ઘરેણે મૂકી જવાથી લોકોએ મને “કાણા”ના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં સહન . કર્યું, પણ હવે તે ઈષ્ટ દેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust