________________ 246 H કથારની મંજૂષા : ભાગ-1 4 0 4 4 4 તે પુત્રના પ્રસવથી અત્યંત આનંદ પામેલા ગભદ્ર શ્રેષ્ઠીએ બાર દિવસ સુધી મોટો મહત્સવ કર્યો. બારમાં દિવસે સ્વજન કુટુંબાદિક સર્વને જમાડવા અને વસ્ત્રાભૂષણથી અલંકૃત કર્યા. પછી સમરત કુટુંબના માણસે અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા મુજબ પિતાના પુત્રનું શાલિભદ્ર” એવું નામ પાડયું. પાંચ ધાવમાતાઓથી લાલન પાલન પામતે શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. યોગ્ય ઉંમર થતાં તેનાં કુળને ઉચિત સવે કળાએ તે શીખે. અનુક્રમે યુવાન સ્ત્રીએનાં મનને હરણ કરનાર સુંદર યૌવન વય તેણે પ્રાપ્ત કરી. ગભદ્ર શ્રેષ્ઠીએ બત્રીશ રૂપવાન કન્યાઓ સાથે તેનું લગન કર્યું. પૂર્વે આપેલ મુનિદાનથી બાંધેલા પુણ્યના ઉદયવડે હંમેશાં લીલાપૂર્વક આનંદથી કીડાવિલાસ કરતે શાલિભદ્રકુમાર સુખપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યા. સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર વેશ્યાના કપટથી ઉજજયિનીમાં ચંડપ્રદ્યોતની નજરકેદમાં રહ્યો છે. એટલે રાજગૃહી નગરીમાં અભયકુમારની ગેરહાજરીથી લુચ્ચા, ધૂર્ત, ફૂટબુદ્ધિવાળા, દાંભિક, વગેરે હલકા લોકે નગરના લોકેને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણે પૂર્વ અવસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણેકે મૂર્તિમાન્ દંભ હોય તે તે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર આવ્યો અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનદ તુલ્ય તેમની પાસે જઈને બેચે; “ગભદ્ર શ્રેષ્ઠી ! આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust