________________ 244 : કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * તેની આસપાસ ચોટેલી ખીર ચાટવા લાગ્યો. ' તે બાળક મનમાં વિચારવા લાગ્યો, “અહો! આજે મારો પૂર્ણ ભાગ્યોદય થશે કે, આવા મહાન તપવી મહર્ષિએ મારા જેવા રાંકે આપેલ દાન ગ્રહણ કરવાની કૃપા કરી. હું ઘણા ગૃહસ્થોને ઘેર પણ જોઉં છું કે શિક્ષા માટે આવેલ મુનિ મહારાજાઓને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તો પણ મુનિ મહારાજાઓ કાંઈક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરત જ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારાં ઘરમાં પધાર્યા અને બધી ખીર વહોરી મને અનુપમ લાભ આપે, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું.” તે સંગમ આ રીતે તપસ્વી મહિર્ષને આપેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગ્યા. તે આમ વિચારે છે, તેટલામાં તેની માતા ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર, થયે; “અહો મારો પુત્ર હંમેશાં આટલી બધી ભૂખ સહન કરતો દેખાય છે.” : આ રીતે ચિંતવીને બાકી રહેલી ખીર તે ધન્યાએ તેને ફરીથી પીરસી અને કહ્યું, “ભાઈ! તારો ખીરને મનોરથ આજે પૂર્ણ થયે કે?” સંગમે કહ્યું, “હા, મા', આ વાતચિતમાં પણ પોતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ 11 લઈ જવ . સ્વ૬૫ થઈ જાય છે.” કા ; ; આ સંગમ ખીર ખાઈને ઊડ્યો, પરંતુ તે જ રાત્રે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust