________________ 242 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા; “અહો ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તે કેમ કર્યું? આજે તો ફક્ત ખીર જ ખાવી જોઈએ.’ - ચારવા આવેલા છેકરાઓની વાત સાંભળીને સંગમ પોતાનાં ઘેર આવ્યો અને માતાને પગે લાગીને કહેવા લાગ્યો “મા આજે તે મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ.” પિતાનાં પુત્રના આવાં વચનો સાંભળીને તે ડોશી રોવા લાગી અને બોલી કે; “અહો ! હું એટલી બધી નિર્ધન છું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાને મનાથ પણ પૂર્ણ કરવાને શક્તિમાન નથી, તેથી મારા જન્મ અને જીવનને ધિક્કાર છે!” માતાને રુદન કરતી જોઈ સંગમ વિશેષ રીતે રુદન કરવા લાગ્યો. તેઓનું રુદન સાંભળી દયાળ એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ અને ડોશીને રવાનું કારણ પૂછવા લાગી. ધન્યાએ રોતાં રોતાં કહ્યું આ મારો પુત્ર કોઈ દિવસ કાંઈ પણ ખાવા પીવા | મનોરથ કરતું નથી. જે કાંઈ હું આવું છું તે જ ખાય છે, જરા પણ હઠ કરતો નથી. આજે કાઈનાં ઘેર બાળકોને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરનાં ભજનની માગણી કરે છે. હું તો તદ્દન નિર્ધન છું, તેથી પિસા વિના ખીર કેવી રીતે થઈ શકે? તેથી રુદન કરું છું.” તેનાં દીન વચનને સાંભળીને એક પાડોશણ બેલી કે, હું તને દૂધ આપીશ” બીજી બેલી; “હું તને ચોખા આપીશ.” ત્રીજી બેલી; “હું ઘી આપીશ.” ચેથી એ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust