________________ - 15 : સુપાત્રદાનને મહામહિમા મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઈદ્રિયોના સમૂહને સુખ આપે તેવી રચનાવાળું શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંખ્ય દર્શનના કપિલમુનિએ પ્રરૂપેલ પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા નામની એક સ્ત્રી રહેતી હતી. તેને તીવ્ર દારિદ્રયના સંગમ જેવો સંગમ નામને એક બહુ નમ્ર પ્રકૃતિવાળે પુત્ર હતો. તે ધન્યા ગામના લેકેના ખાંડવું, દળવું વગેરે ગૃહકાર્યોને કરતી હતી અને સંગમ ગાયોને ચારવાનું કાર્ય કરતો હતે. આમ તેઓ મહામુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. એકાદ કોઈ મોટા પર્વના દિવસે ગાયના વાછરડાઓને સંગમ વનમાં લઈ ગયો, તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકે અન્ય અન્ય વાત કરતા હતા, તે તેણે સાંભળી. એક બાળકે બીજા બાળકને કહ્યું કે; “તું આજે શું ખાઈને આવ્યો છે? તેણે જવાબ આપ્યો; ખીર ખાઈને આવ્યો છું.” બીજાએ પણ કહ્યું; “પણ ખીર ખાધી છે, આજે માટે પર્વને દિવસ છે, આજે તે ખીર જ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ વાતચીત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું “તે શું ખાધું છે?” તેણે જવાબ આપે; “કુકસા તથા ઢોકળાં વગેરે જે હતું તે ખાધું છે,” તેની વાત સાંભળીને સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust