________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિનો અદ્ભુત ચમ. કાર ? 239 આ રીતે આખા નગરમાં શ્રેણિક રાજાએ પોતાના તરફથી પડહ વગડા . - ઉપરોક્ત પડહ વગાડતે પુરુષ અનુક્રમે જે સ્થળે પરદિશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલો હતો તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરત જ હાથીને વશ કરવાને તે પડહ ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતો અટકાવ્યું. આ પડહને તેણે સ્વીકાર કર્યો, એટલે સેવક પુરુષે પડહ વગાડતા બંધ થયા, અને રાજાને નિવેદન કર્યું કે, રાજન ! એક પરદેશી મહાપુરુષે આ પડહને સ્વીકાર કર્યો છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મોટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. ધન્યકુમાર પણ તે પડહ ઝીલ્યા પછી ઘેરથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતો હતો અને લોકોને હેરાન કરતો હતો તે સ્થળે આવ્યો. તેણે પિતે પહેરેલા બધાં વસ્ત્રો તજી દીધા અને માત્ર એક વજબંધ કછટાવડે કેડ બાંધીને તે હસ્તીની પાસે ગયો અને કેઈ વખત તેની નજીકમાં, કેઈ વખત પડખેના ભાગમાં, કઈ વખત તેના પાછળના ભાગમાં તે વસ્ત્રોના ગાળ દડાઓ કરીને હરતીની આસપાસ ફેંકવા લાગ્યો. હાથી પણ તેને પકડવા માટે દોડાદોડી કરવા લાગ્યો. તે સમયે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જે હસ્તી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચકની માફક ફેરવવા લાગ્યું. હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust