________________ 240 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હાથીને બહુ પ્રકારે આ રીતે ભમાવીને અતિ શ્રમિત કરી નાખે; અને ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતા અતિ શ્રમ લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયા. જ્યારે હાથીને ગ્લાન અંગવાળા. બેદિત અને નિર્મદ થયેલા જાણ્યો, ત્યારે વાંદરાની જેમ પૂંછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમાર ચઢી બેઠે. પછી પિતાના પાદઘાટવડે તેનાં મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશ વડે તેને સીધા કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનસ્તંભ પાસે લઈ જઈને ધન્યકુમારે બાંધી દીધે. - મગધેશ્વર શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તી દમનની અતિ ઉત્તમ કળા જોઈને હદયમાં બહુ રંજિત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહત્સવ કરીને પોતે આપેલ વચનાનુસાર પોતાની સમશ્રી નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામે આપ્યા. બીજી પણ સુવર્ણ, મણિ, મોતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપ વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાનાં વચનને સંપૂર્ણ રીતે પાળ્યું જેવી રીતે નવા વરસાદના વરસવાથી પર્વત માંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ બે કાંઠામાં ઊભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલવિત થવાથી મુદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust