________________ 6 8 6 4 5 6 છે સુપાત્રદાનને મહામહિમા : 247 મને પિછાણે છે? આપની સ્મૃતિમાં હું આવું છું?” શ્રેષ્ઠીએ કહ્યું, “તમે કોણ છો?” એટલે તે ધૂતે કહ્યું; “પહેલાં આપણે ચંપાનગરીમાં સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીઓ આવ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થયા હતા, પણ ઈચ્છિત દ્રવ્ય વગર મારાથી બરાબર વ્યાપાર થતે નહિ, તેથી હું ચિંતાતુર રહેતે હતો, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સહસ્થ જાણીને હું તમારી પાસે આવ્યા હતા અને તમને મેં કહ્યું હતું કે; “શ્રેષ્ઠીન ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપે. તમે જે લાખ દ્રવ્ય મને આપશે તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ, અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઈશ, કેમ કે જે કાંઈ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છૂટકે થતું નથી. જે તમને મારો વિશ્વાસ ન આવતા હોય તે હું મારા શરીરના સારભૂત એક મારી ચક્ષુ તેને બદલે તમારે ત્યાં ઘરેણે મૂકું; સમય આવે તે દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.” આમ કહીને મારી એક આંખ તમારે ત્યાં તે અવસરે ઘરે મૂકીને હું એક લાખ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયો હતો. તમારા તે દ્રવ્યવડે મેં મટે વ્યાપાર કર્યો. મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું. આ બધું તમારા ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust