________________ 0 0 0 0 0 0 0 સુપાત્રદાનનો મહામહિમા H 253 - ભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શેભવા લાગ્યા. લોકેએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાતો સાંભળીને સમશ્રી અને કુસુમશ્રી (ધન્યની બંને પૂર્વ પરિણિત પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણોથી અત્યંત રંજીત થઈ તેને પરણવાને ઉત્સુક થઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગભદ્ર શ્રેષ્ઠીના સ્વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગોભદ્ર શ્રેષ્ઠીએ ક્રોડથી પણ અધિક ધનને કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહેને કરી પિતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણપ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ સીતાને પરણે તેવી રીતે પરણ્યા અને પોતાનાં ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓવડે જેવી રીતે રાજા શોભે તેવી રીતે ત્રણ પ્રિયાએથી પરવરેલે ધન્યકુમાર પણ અતિશય શોભવા લાગ્યા. ગભદ્ર શ્રેષ્ઠી પણ પિતે અખંડિત પ્રતિષ્ઠા રહેવાથી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા એટલે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સમીપે જઈને તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને સમ્યગૂ વિધિપૂર્વક તેનું આરાધન કરીને સ્વર્ગમાં ઉત્તમ જાતિના તેઓ મહદ્ધિક દેવ થયા. | તેમણે અવધિજ્ઞાનવડે પુન્યના નિધિરૂપ પૂર્વ ભવના પુત્ર શાલીભદ્રને જોયો, એટલે પુત્ર પ્રેમથી અને શાલિભદ્રના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust