________________ 16 : ધન્યકુમોર કૌશાંબી નગરીમાં - લક્ષ્મીરૂપી વધૂના કીડાગૃતતુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે પુણ્યશાલી ધન્યકુમાર સાતમાળની હવેલીમાં ઉપરના માળે લીલાપૂર્વક વિનદાદિક સુખ ભોગવતા આનંદ કરતા હતા. તે અવસરે આમ તેમ જોતાં રસ્તા ઉપર ધન્યકુમારે દષ્ટિ કરી, તે અતિદીન દશાને પામેલા, વનચર પશુની જેવા રંક થઈ ગયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીર્ણ વસ્ત્રો પહેરેલા પિતાના માતા શીલવતી, પિતા ધનસાર તથા ત્રણ મોટા ભાઈએ ધનદેવ, ધનદત્ત, તેમજ ધનચંદ્ર આદિને તેણે દીઠા. તેઓને દેખીને મનમાં અતિ વિચિમત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા; કે “અહો ! કમની ગતિ કેવી વિચિત્ર છે; આ મારા આખા કુટુંબને ક્રોડોનું ધન તથા ધાન્યાદિકથી ભરેલા ઘરમાં મૂકીને હું અહિં આવ્યો હતો. તે છતાં તેમની આવી સ્થિતિ થઈ? ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કેઈ સમર્થ નથી; એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” - આમ વિચાર કરીને સેવકોને મોકલી તે સર્વને ધન્યકુમારે પિતાનાં ઘરમાં બોલાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જેડી સ્વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને તેણે પૂછયું, “હે પિતાજી! બહુ લક્ષ્મીવાળા આપની આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust