________________ છે કે 8 0 0 0 સુપાત્રદાનને મહામહિમા : 251 આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો. અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તેઓ રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાને તેઓ બેઠા, રાજાએ તેમને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું, “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તર કરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” - ત્યાર પછી ગોભદ્ર શ્રેષ્ઠીને એકાંતમાં બેલાવીને કહ્યું કે, “શ્રેષ્ઠીશ્રી, આવતી કાલે તે ધૂત રાજ સભામાં કપટકળા કેળવવા આવે ત્યારે હું તમને કહું, તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપો ." આ પ્રમાણે કહી શું ઉત્તર દેવો? તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ પોતાનાં સ્થાને આવ્યા. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વ સભાજને અને ગામના લોકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયો ત્યારે આવ્યા. પછી પેલા પૂતે ઘણી યુક્તિઓ પૂર્વક પિતે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર ઘરેણે મૂકેલા ચક્ષુની માંગણી કરી. તેની માંગણી થતાં જ ગોભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્યજનની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂને કહ્યું, “હે ભાઈ! તે તારી ચક્ષુ મારાં ઘેર ઘરેણે મૂકી હશે, તારું કહેવું બિલકુલ ખોટું નહીં હોય, પણ મારા ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust