________________ હેય 238 કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પણ તે હાથીને બાંધી શકાશે નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને સંભારવા લાગ્યા. અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે; “ખરેખર, આ અવસરે જે અભયકુમાર હાજર હોત, તે આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત. લોકોમાં કહેવત છે કે, “એકડા વિનાના મીંડા નકામાં છે તે સત્ય છે.” આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બેલી ઊઠયું કે, “મહારાજ ! બહુરત્ના વસુંધરા પૃથ્વી ઉપર અનેક રને હોય છે, તેથી આપે આખી નગરીમાં પડયે વગડાવો; ઉષણ કરાવવી, કે જેથી કઈ બુદ્ધિશાળી પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.” રાજાએ તે વાત કબુલ કરી અને તરત જ પડયે વગડા, તેમાં જણાવ્યું કે, “હે પ્રજાજનો ! જાની આજ્ઞા સાંભળે. જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળો હશે, તે પણ આ મદાંધ થયેલા મસ્તી ખાર હસ્તીને યોગીપુરુષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ, તેને આલાનથંભે લાવીને બાંધી દેશે, તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સમશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક - જેવા મનહર એક હજાર આરામ બગીચા તથા ગામો આપવામાં આવશે. તેથી જે કઈ કળાવાન હોય તેણે પ્રગટ થઈને આ હસ્તીને આલાનર્થંભમાં લાવીને બાંધવાનો પ્રયત્ન કરો.” જેથી તેમાં પડહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust