________________ 236 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિર્ણય કરીને અભયકુમાર બાલ્યો; “રાજન્ ! ધર્મના છળથી મારા ઉપર થયેલા આ બંધન મારી આબરૂને કે મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિ; પણ ઊલટો મારો મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમાં તે ધર્મના બહાનાથી આવું કાર્ય કેઈ કરતું જ નથી; અને તે ક્ષત્રિય કુળની તે મર્યાદા જ નથી, પરંતુ મારે તો સારું થયું કે આ નિમિત્તે મારાં માસી તથા તેમના પતિ (માસા) તું મને દર્શન થયું. આજને દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે.” ચતુરાઈ યુક્ત અભયકુમારનાં આવાં વચનેથી ચંડપ્રઘોતરાજા તેના ઉપર પ્રસન્ન થયા. પછી જેવી રીતે કળાવાળો ચંદ્રમા શુક્રના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલો પણ અભયકુમાર પિતાની ઉત્તણ કળા અને ગુણવડે સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ થશે. રાજ સભામાં બેઠેલો અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અદ્દભુત રસપાદક અવસરચિત વાર્તાઓને કહીને રાજાનાં દિલનું રંજન કરવા લાગ્યો, અને તે રાજાનું પ્રીતિપાત્ર થઈ પડયો. * એક ક્ષણ પણ ચંડપ્રદ્યોત રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતો નહોતો, હંમેશાં અભયકુમારની કહેલી વાતો સાંભળવાને તે તત્પર રહેતો હતો. મંત્રીશ્વર અભયકુમારની બુદ્ધિ ને ચતુરાઈથી તે હંમેશા પ્રસન્ન રહેતો હતે. મંત્રીશ્વર અભયકુમારને રત્નમંજરી દંભ કરીને ધર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust