________________ & * 0 0 0 0 0 બુદ્ધિને અદ્ભુત ચમત્કાર : 235 રાખ્યા હતા. તે જ સ્થિતિમાં ચંડપ્રદ્યાત રાજાની પાસે તે ચતુર માયાવી વેશ્યાએ અભયકુમારને રજૂ કર્યો. અભયકુમારની મૂચ્છ ચંડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી ઉતરી ગઈ, એટલે આળસ છોડીને અભયકુમાર બેઠે થશે અને આમ તેમ જોઈને તે વિચારવા લાગ્યું કે; “આ શું? મેં કઈ વખત નહિ દેખેલ આ સ્થાને હું ક્યાંથી આવ્યા? મને અહીં કેણ લાગ્યું?” આમ જ્યારે તે વિચાર કરે છે. તેવામાં ચંડપ્રદ્યોત રાજા બોલ્યો; “અભયકુમાર! હું કહું તે સાંભળ. જેવી રીતે નીતિ જાણનાર, અનેક શાસ્ત્રમાં કુશળ, બેલવામાં ચતુર, પરોપદેશમાં પંડિત અને બહોતેર કળાને પાઠ કરનાર એવા પોપટને પણ બીલાડી પકડી લે છે, અને ખાઈ જાય છે, તેવીજ રીતે તું પણ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્ય, દેશદેશાંતરમાં તારા જેવી કેઈની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળો, સર્વ સમયે વ્યુત્પન્ન બુદ્ધિવાળો, સમયસૂચકતાવાળો ડાહ્યો અને હુંશિયાર છતાં પણ માજા રીતુલ્ય વેશ્યાએ પિતાના બુદ્ધિબળથી તેને પકડીને અહિં આ છે; તેથી તારી બુદ્ધિ અને ચતુરાઈને ધિક્કાર છે, તારું સર્વ સમયમાં સાવ ધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા ક્યાં ગઈ?” રાજાનાં આવાં વચનો સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે, “ખરેખર પેલી દંભી વેશ્યાએ ધર્મના બહાનાથી મને ઠગીને અહીં આર્યો છે. મનમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust