________________ છે 0 0 0 બુદ્ધિનો અદ્ભુત ચમત્કારઃ 233 નહિ ઉચારવા રૂપ તાંબૂલવડે જ મુખ ભાવવું યોગ્ય છે. દ્રવ્ય તાંબૂલાદિકને તો મેં ત્યાગ કરે છે.” - ત્યાર પછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્રો તથા અલકારણે તેને આપવા લાગ્યા, એટલે બાહ્ય રીતે અનેક પ્રકારે વૈરાગ્યભાવ દેખાડતી તે મંજરી વેશ્યાએ અતિ આગ્રહથી યચિત વસ્ત્રાભરણાદિ ગ્રહણ કર્યા, અને મંત્રીશ્વરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાનાં નિવાસસ્થાને ગઈ. બીજે દિવસે તે વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી; “આજે તે તમે આ ધર્મભગિનીની એક વિનંતિ સ્વીકારે !" અભયકુમારે કહ્યું; “સુખેથી જે કહેવું હોય તે કહે.” ત્યારે તે વેશ્યાએ કહ્યું: “આજે જમવા માટે મારા ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી મારો જન્મ અને જીવિતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્ર પુરુષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મનોરથરૂપી વૃક્ષ અવશ્ય ફળિત થશે; મારું મન બહુ જ આનંદિત થશે.” તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેનાં આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. વેશ્યાએ તે પિતાના ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી. યોગ્ય અવસરે અભયકુમાર સ્વલ્પ પરિવારને સાથે લઈને ભોજન માટે તેના ઘેર આવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust