________________ & 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્દભુત ચમકોર H 231 દયથી મારે તમારાં દર્શન કરવાને મને રથ સંપૂર્ણ થયે છે. મેં જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અધિક મેં જોયું છે. તમે ખરેખર ધન્ય છે, તમે ખરેખર કૃતાર્થ છે, શ્રી જિનેશ્વરના માર્ગમાં ખરેખરી આરાધના કરનાર મેં તમને જ આજે જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે, તેથી વધારે કાંઈ કહેતી નથી. તમારા જેવા પ્રભાવક પુરુષોથી જ શ્રી જિનેશ્વરદેવનું શાસન શેલી રહ્યું છે. આજે તમારાં દર્શનવડે મારો જન્મ અને જીવિતવ્ય સફળ થયાં છે એમ હું માનું છું. હે ધર્મબંધુ! તમે લાંબા કાળ સુધી રાજ્ય અને ધર્મની પ્રતિપાલન કરો ! અને પર્વત જેટલું તમારું આયુષ્ય થાઓ.” આ પ્રમાણે કહીને તે દંભી વેશ્યા મૌન રહી. - તેની ધર્મવૃત્તિ તથા આસ્તિકતા તેમજ રાજગૃહીની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા, “બહેન ! તમે આજે મારે ઘેર પધારો અને ભેજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારું ગ્રહસ્થપણું સફળ થાય.” અભયકુમારનું આમ આમંત્રણ સાંભળીને તે રત્નમંજરી બોલી “ધર્મબંધુ ! હું સંસારના સંબંધથી તે કેઈને પણ ઘેર જમવા જતી જ નથી, પણ ધર્મના સંબંધથી સાધર્મિક તરીકે હું આવીશ; પરંતુ આજે તે શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણભૂમિની પ્રથમ સ્પર્શના તથા દર્શન થયા, તેથી મારે તીર્થસ્થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાને છે, માટે બીજે દિવસે મારા સાધર્મિક બંધુ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust