________________ છે . કે . 0 0 બુદ્ધિને અદ્ભુત ચમત્કાર H 229 સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અન્નની જેમ સાંસારિક વિષયો પગ ભેગવવા લાગી. આમ કેટલેક સમય સાંસારિક આનંદમાં વીત્યે. તેટલામાં પૂર્વે કરેલા ભેગાંતરાય કર્મના ઉદયથી મારો સ્વામી મૃત્યુ પામ્યો. તેના વિયોગ દુઃખથી અત્યંત દુઃખિત થયેલી મને કઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. - આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજ્ય સાધવીજીએ મને પ્રતિબોધ કર્યો કે; “હે વત્સ! ખેદ શા માટે કરે છે? આ મનુષ્ય ભવ પામ બહુ દુર્લભ છે. બહુ મુશ્કેલીથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદર્થનાવાળા કાયૅવડે તેને નિષ્ફળ ગુમાવ્યું છે, પરંતુ હવે તે વિષયોરૂપી ગ્રંથનું છેદન કરવામાં સહાય આપવા માટે જ જાણે ન હોય તેમ કામક દર્થના કરવાના કારણરૂપ તારો સ્વામી મૃત્યુ પામ્યા છે; તે શ્રી જિનેશ્વર ભગવતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને એગ્ય છે? હવે તો ચિત્તને સ્થિર કરીને ધર્મ મા. ગમાં પ્રવૃત્તિ કર, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મgધ્યભવરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળના શત્રુરૂપ પ્રમાદેને ત્યજી દઈને તું ધર્મધ્યાનમાં એકતાન લગાવી ચિત્ત તેમાં જોડી દે!” આવા તે પ્રવત્તિનીના સદુપદેશથી સ્વામીનાં મરણને શેક ત્યજી દઈને હું ધર્મસાધનામાં વિશેષ તત્પર થઈ. ત્યારબાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust