________________ 228 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અભયકુમારે કહ્યું કે; “સ્વધર્મી ભગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે ?" આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી તે મંજરી વેશ્યાએ દંભરચનાવડે કહ્યું કે; “ધર્મબંધુ! લોકના ઉદરરૂપી પુરમાં ભવભ્રમણરૂપી ચતુપથમાં મનુજ ગતિરૂપ પળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સપનાના યોગથી અહિં આવેલી છું.” તેનું કપટકળાયુક્ત આવું જૈન ધર્મ વાસિત વાક્ય સાંભળી અભયકુમારે ફરીથી પૂછયું કે, “બહેન! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંતઃકરણવાળા મનુષ્યોની આવી જ ભાષા હોય છે, અહિં મંદિરમાં જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડે જ મને તે તમારી પરીક્ષા થઈ ગઈ છે કે; તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે. પરંતુ વ્યવહાર નયની રીતે હું તમને પૂછું છું કે તમે કયા ગામથી અહિં આવ્યા છે ? કન્યા સ્થળેથી તમારું અહીં આગમન થયેલું છે ?" આ પ્રમાણે અભયકુમારની વાણીને સાંભળીને ફરીથી પણ તે વેશ્યા પિતાને દંભવિલાસ પ્રગટ કરતી બેલી; હે ધર્મબંધુ ! પૃથ્વીભૂષણ નામના નગરમાં સુભદ્ર શ્રેષ્ઠીની હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડોશમાં વસતા એક શાંત, વૈર્ય ગુણયુક્ત સુવ્રતા સાધવીજી મહારાજના સધથી અને પરિચયથી શ્રી જિનેશ્વરદેવના ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુકમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા પિતાજીએ મને વસુદત્ત વ્યવહારીના પુત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust