________________ 226 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મતિ અને આદેશ મળવાથી મનમાં વિચારવા લાગી કે બહોતેરે કળામાં પ્રવીણ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીય ગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશાગ્ર બુદ્ધિવાળા, સર્વ અવસરે સાવધાન, સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સદાદિત બુદ્ધિવાળા આ અભયકુમારને કેવી રીતે ઠરી શકાશે? તેને ઠગવાનો માત્ર એક જ ઉપાય છે. બુદ્ધિના પ્રપંચવડે ને ધર્મના બહાને જ તે છેતરાશે, કારણ કે મેટા પુરુષ પણ ધર્મક્રિયાના કાળે પિતાનો બુદ્વિવ્યાપાર ચલાવતા નથી. ધર્મકાર્યના અવસરે સરલતાથી જ તે કાર્યમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. તેથી ધર્મરૂપી દંભના બળથી જ હું તેને છેતરી શકીશ, પ્રથમ પણ ધર્મના બહાનાથી ઘણા માણસે ઠગાયા સંભળાય છે. તેથી હું પણ ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરીને તેને છેતરીશ.” આમ વિચાર કરીને તે રત્નમંજરી ગણિકા સુત્રતા સાધ્વીજીની પાસે જઈ તેમને વંદના કરીને તેમની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મ શાસ્ત્રને અભ્યાસ કરવા લાગી. તે ગણિકા બહુ વિચક્ષણ હોવાથી થોડા જ દિવસમાં શ્રી અરિહંત દેવના ધર્મમાં કુશળ થઈ. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈને મહામાયાવાળી તે રત્નમંજરી વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીમાં આવી, નગરીની બહાર પરામાં એક મકાન ભાડે લઈને ત્યાં તેને ઉતારો કર્યો અને પ્રભાતે ધૂપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ ઈત્યાદિ પૂજાનાં દ્રવ્યોને સાથે લઈને, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust