________________ 224 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ચંડપ્રદ્યોતે આમ કહીને બનેલી બધી હકીકત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું: “તમારા આવાસોની નીચે ખેદતા ધન નીકળવાથી અભયે લખેલી વાત ઉપર મને વિશ્વાસ આવ્યું, તેથી કાંઈ પણ વિચાર કર્યા વગર નાસી જવાને વિચાર કર્યો અને તેમ કરવાથી હું બો. તમારા જેવી શુદ્ધ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસેને અL પ્રમાણે સ્વામીદ્રોહ કરવો તે બિલકુલ ઘટતું નથી.' આવાં ચંડપ્રોત રાજાનાં વચનોને સાંભળીને તે બધા સામંત રાજાઓ જરા હસીને કહેવા લાગ્યા કે, “સ્વામ. અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયન પ્રપંચને તમે ઓળખી શક્યા નહિ, તેથી જ ઉતાવળ કરીને તમે અહિં નાસી આવ્યા અને તમારી તથા અમારી પ્રતિષ્ઠાની હાનિ થઈ. આ પ્રમાણે બાયેલી પ્રતિષ્ઠા સેંકડી વરસે પણ પાછી મળતી નથી, આપ ધ્યાનમાં રાખજે કે અમે અમારા પ્રાણનો નાશ થાય તો પણ વિશ્વાસઘાતના વાત સુદ્ધાં વાત કરીએ તેવા નથી. કારણ કે “મિત્રદ્રોહી, કૃતદની, સ્વામીદ્રોહી અને વિશ્વાસઘાતક વારંવાર નરકમાં જ જાય છે.” આમ કહીને સેંકડો સોગનવડે તે રાજાઓએ ચંડ પ્રદ્યોત રાજાને “તેઓ વિશ્વાસઘાતક નહોતા”તેની ખાતરી કરાવી આપી. રાજા પણ અભયકુમાર મંત્રીએ કરેલી કપટરચનાને સાંભળવાથી તથા તેના મનમાં ખાતરી થવાથી બહુ શાચ કરવા લાગ્યા, પણ અવસર ચૂકેલ માણસ જેમ ફરીથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust