________________ 0 0 0 0 0 * બુદ્ધિને અભૂત ચમત્કારઃ 223 ચંડપ્રદ્યોત રાજા ત્વરિત ગતિથી નાસતો એકદમ પોતાનાં નગરમાં આવીને પિતાના અંતઃપુરમાં પેસી ગયે. બીજા રાજાઓ કષ્ટ ભોગવતાં ધીમે ધીમે પાછળ આવ્યા અને ઉજજયિની પહોંચ્યા. ત્યારબાર ચંડપ્રદ્યોત પાસે જઈને તે સર્વે પૂછવા લાગ્યા કે; “ન વિચારી શકાય - ખ્યાલમાં પણ ન આવે તેવી રીતે શીઘ્રતાથી આપને નાસી આવવાનું શું પ્રયજન પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન થયે કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રાજગૃહી ફરતું સૈન્ય વિસ્તરી ગયું હતું, છતાં પણ રાંકની જેમ પલાયન કરીને તમે નાસી આધ્યા?” વૃદ્ધ સિનિકેએ પણ આ પ્રમાણે પૂછયું એટલે ચંડપ્રદ્યોતે તેઓને કહ્યું, “જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યાર પછી મારે શું કરવું?” ચંડમઘાતનાં આવાં વચનોને સાંભળીને સૈન્યમાં સાથે આવેલા રાજાઓ બોલી ઊઠયા કે, “જગત માત્રના એક શરણભૂત એવા તમને મારવાને કેણ સમર્થ છે? આ તમારું વચન તદ્દન અસંભવિત છે; પરંતુ તમારું કથન ખે હું નહિ હોય, માટે કહો કે એવા ભક્ષક કોણ થયા * હતા?” રાજાએ કહ્યું, “તમે જ વિશ્વાસઘાતક થયા છો?” તેમણે પૂછયું “શી રીતે ?" એટલે ચંડપ્રદ્યોતે કહ્યું; “ધનના લોભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઈ થયા, પણ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી “મૂખ મિત્ર કરતાં પંડિત શત્રુ સારો” આ કહેવત સાચી તેણે કરી દેખાડી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust